જગવિખ્યાત અંબાજી મંદિર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે “દિવ્ય કાશી – ભવ્ય કાશી” ના લોકાર્પણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અંબાજી ખાતે મંદિર કરવામાં આવ્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી માતાજી મંદિર પરિસરના ચાચર ચોકમાં “દિવ્ય કાશી – ભવ્ય કાશી” ના લોકાર્પણ કાર્યક્રમનું
રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વરિષ્ઠ સાધુ સંત મહાત્મા, પાર્ટીના સર્વે હોદ્દેદારો તેમજ સૌ કાર્યકરો તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો, જુદા જુદા ધાર્મિક સેવા સંગઠનો તેમજ દરેક સમાજના સૌ આગેવાનો, ધર્મપ્રેમી જાહેર જનતા પણ હાજર રહી હતી અને અંબાજી ગામ ના આજુ બાજુમાં આવેલા દરેક શિવાલયોમાં રહીશો અને પૂજારીશ્રી સાથે રહીને ભગવાન શિવજીને જળાભિષેક તેમજ વિશેષ પૂજા અર્ચનાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


