Gujarat

ત્રિકમ સાહેબની રથયાત્રા દરિયાસ્થાન મંદિરથી વિરડા સુધી નીકળી, મેળાનું આયોજન

રાપર ખાતે કચ્છી નવા વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રથયાત્રા દરિયાસ્થાન મંદિરથી શરૂ થઈ માલી ચોક, એસટી ડેપો રોડ, દેના બેંક ચોક અને નગાસર તળાવ થઈને ત્રિકમ સાહેબ વિરડા ખાતે સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે મેઘવાળ પંચ સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાપ્રસાદના દાતા તરીકે શ્રીમતી જમનાબેન વશરામભાઈ પાલાભાઈ રાઠોડ પરિવારે સેવા આપી હતી.

કાર્યક્રમમાં ચિત્રોડ ત્રિકમ સાહેબ મંદિરના ગાદીપતિ આત્મહંસ સાહેબ, ત્રિકમ સાહેબ વિરડાના રાજેશ્વરી દેવી અને રાપર નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન સોલંકી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે રાપર પીઆઈ જે.બી.બુબડીયા, પીએસઆઈ પી.એલ.ફણેજા સહિત પોલીસ સ્ટાફના જવાનો તૈનાત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.