મહુધા તાલુકાની ભૂમસ પ્રાથમિક શાળામાં કલેકટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના 29 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયો.
કલેકટરે નાના બાળકોને વધામણા કીટ આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમનો હવે મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઇનોવેટિવ એજ્યુકેશનનો અભિગમ કેળવવાનો છે.
શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ભણવાની ધગશ જગાવવા અપીલ કરી. વિદ્યાર્થીઓને સમાચારપત્ર વાંચવાનું સૂચન કર્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય, કન્યા કેળવણી, પર્યાવરણ સંવર્ધન, સામાજિક ઉત્કર્ષ અને વિજ્ઞાન-ટેકનોલોજી વિષયો પર વક્તવ્યો આપ્યા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ભેટ અને દાતાઓને સન્માનપત્ર અપાયા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો.
કલેકટરે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે બેઠક યોજી શાળા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.






