Gujarat

બે ટ્રક વચ્ચે ટક્કર થતાં આગ લાગી, એક ચાલકનું મોત

ખેડા-ધોળકા રોડ પર ગાંધીપુરા નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે.

અકસ્માતની તીવ્રતા એટલી હતી કે એક ટ્રક ચાલક વાહનમાંથી બહાર નીકળી શક્યો નહીં. તે આગમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

અકસ્માતના સમાચાર ફેલાતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. ખેડા ટાઉન પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.