Gujarat

185 વિદ્યાર્થીને પ્રવેશ, બાળમંદિર અને ધોરણ-1ના બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કિટનું વિતરણ

ગોધરા શહેરની શારદા મંદિર ગૃપ ઓફ સ્કૂલ્સમાં આજે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે કુલ 185 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. બાળમંદિરમાં 112 અને ધોરણ-1માં 73 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ રોહિતભાઈ દેસાઈએ બાલમંદિરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કર્યું.

કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંથન ગોપાલભાઈ દલાલે ધોરણ-1ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કિટ આપી. આ રીતે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી.

વિદ્યાર્થીઓના વિદ્યાઆરંભ સાથે શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.