Gujarat

રાજકોટ શહેર પોલીસ આયોજીત ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અન્વયે “તેરા તુજકો અર્પણ”.

રાજકોટ શહેર પોલીસ આયોજીત ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અન્વયે “તેરા તુજકો અર્પણ”.

રાજકોટ શહેર તા.૨૯/૬/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા તથા સજનસિંહ પરમાર (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશનર બી.જે.ચોધરી (દક્ષીણ વિભાગ) નાઓના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરીકો દ્રારા કરવામાં આવેલ, મોબાઇલ ગુમની અરજીઓ/ફરીયાદો અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી “CEIR” પોર્ટલમાં એન્ટ્રી કરી, એ.ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે વિવિધ કંપનીના મોબાઇલ ફોન રીકવર કરી પ્રજાજનોને જે તે મોબાઇલ ફોન પરત સોપવા સારૂ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ રાજકોટ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના P.I બી.વી.બોરીસાગર નાઓની ઉપસ્થિતીમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરના પ્રજાજનોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં અત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ ઉપરથી “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી “CEIR” પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી આવા ગુમ/ચોરાયેલ કુલ-૨૨ મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.૪,૫૮,૦૦૫ ના શોધી રીકવર કરવામાં આવેલ અને મોબાઈલના માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પરત આપવામાં આવેલ છે. રાજકોટ શહેર પોલીસ દ્રારા ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અન્વયે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું સુંદર આયોજન કરી કુલ-૨૨ લાભાર્થીઓને મોબાઇલ ની રકમ કુલ કિ.રૂ.૪,૫૮,૦૦૫ નો મુદ્દામાલ પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250629-WA0034.jpg