ગુજરાતના બીજા ગાંધી તરીકે જાણીતા સ્વાતંત્ર સેનાની રવિશંકર મહારાજનો 41મો નિર્વાણ દિન 1 જુલાઈએ ઉજવાયો.
ખેડા જિલ્લાના રઢુ ગામમાં સમર્પણ સેવા ટ્રસ્ટ સંચાલિત રવિશંકર મહારાજ સેવા સમિતિએ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું.
મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી રવિશંકર દાદાની પ્રતિમાનું પૂજન-અર્ચન કર્યું. કાર્યક્રમમાં દાદાજીના સ્વયં ધારણ કરેલા વસ્ત્રોનું અનાવરણ કરાયું. આ સાથે ધ્વજ આરોહણ વિધિ પણ યોજાઈ.

યુવાનો માટે વિશેષ આયોજન અંતર્ગત દાદાજીની જન્મભૂમિ રઢુથી તેમની સ્મૃતિ સમાધિ બોરસદ સુધીની યાત્રા યોજાશે. કાર્યક્રમમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચણ માટેના કુંડાનું મફત વિતરણ કરાયું.

દાદાજીના દેશસેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના કાર્યોને યાદ કરી નવયુવાનોને પ્રેરણા આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી.
