નડિયાદ ખાતે ટેક્ષ પ્રેક્ટિશનરસ એસોસિએશન અને વિવિધ વેપારી મંડળના સંયુક્ત ઉપક્રમે કરવેરામાં આવેલા નવા સુધારા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં CA મુંજાલભાઈ મોદીએ આવકવેરા કાયદામાં આવેલા સુધારા વિશે માહિતી આપી હતી.
એસોસિએશનના પ્રમુખ પ્રેમલભાઈ શાહે GST કાયદામાં થયેલા ફેરફારો અંગે સરળ ભાષામાં સમજ આપી હતી.

કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી દિવ્યેશભાઈ જોટાણીયા, ભૂતપૂર્વ પ્રમુખો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ટેક્ષ વ્યવસાયીઓ અને સહયોગી વેપારી મંડળના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં કુલ 160 જેટલા કરદાતાઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું.