Sports

સાત વર્ષ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરુણે 30નો સ્કોર પાર કર્યો:પછી તરત જ આઉટ થયો; જયસ્વાલે સતત ત્રણ ચોગ્ગા ફટકારીને વધુ એક ફિફ્ટી ફટકારી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

બુધવારે મેચનો પહેલો દિવસ છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

પહેલા સેશનમાં, ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં બે વિકેટે 95 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે.

જયસ્વાલે જોશ ટંગની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી.

કરુણ નાયર (31 રન) બ્રાયડન કાર્સેના બોલ પર હેરી બ્રુકના હાથે કેચઆઉટ થયો. તેણે ફિફ્ટી ભાગીદારી તોડી. કેએલ રાહુલ (2 રન)ને ક્રિસ વોક્સે બોલ્ડ થયો.