માણાવદર તાલુકાના ગામડાથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ધારાસભ્ય, સાસંદ સભ્ય ભાજપના હોવા છતાં માણાવદર પંથકની માઠી દશા બેઠી છે ત્યારે દિવસેને દિવસે માણાવદર તાલુકાનો વિકાસને બદલે ધીમે ધીમે વિનાશ થઈ રહ્યો છે.
માણાવદર તાલુકામાં એક જમાનામાં જીનીંગ ,પ્રેસિંગ ઓઇલ મિલો, વેજીટેબલ ઘી પ્લાન્ટ જેવા ઉદ્યોગથી માણાવદર પંથક ધમધમતો હતો.
રેલ્વે લાઈન, માલગાડી, ટ્રક ટ્રાન્સપોર્ટેશન થી માણાવદર તાલુકાનું ઉદ્યોગ ધંધાનો વિકાસનું માન્ચેસ્ટર ગણાતું હતું.
ગુજરાત જ નહીં પરંતુ બીજા રાજ્યોના લોકો પણ અહીં રોજગારી મેળવતા હતા. છેલ્લા કેટલાક સમયથી માણાવદર તાલુકાની માઠી દશા બેઠી છે.
ઉદ્યોગ ધંધાને નામે હવે માત્ર ખંઢેર કારખાનાઓ ધંધા રોજગારો વિના બજારો પણ સુમસામ બની ગઈ છે.
માણાવદર તાલુકાની ગ્રામ પંચાયતો, માણાવદર, બાટવા નગરપાલિકા તાલુકા પંચાયત ,ધારાસભ્ય અને સંસદમાં ભારત સરકારના મંત્રી બેઠેલા મંત્રીશ્રી ઉદ્યોગ, ખાણ ખનીજ અને રમત ગમતના મંત્રી તરીકે ડૉ .મનસુખભાઈ માંડવીયા કાર્યરત છે.
ત્યારે સંસદમાં તોતિંગ બહુમતીથી ચૂંટાઈને પ્રતિનિધિત્વ કરે છે.
ત્યારે માણાવદર – બાંટવા – વંથલી પંથકમાં રોજગાર ધંધા માટે કોઈ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીઝ ઝોન કે જી.આઇ.ડી.સી.નું નિર્માણ કરીને સ્થાનિક રોજગારી ઓને તક મળે તે માટે ઉદ્યોગ સ્થાપવાની જરૂર છે .
વંથલી પંથકમાં ચીકુ, રાવણા કેરી અન્ય પાકો આધારિત કોઈ ઉદ્યોગ લાવે તે જરૂરી છે વેપાર,ધંધા – રોજગાર હોયતો રેલવે લાઇન, બસ વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન વધુ સુવિધા મળે પરંતુ આ પંથકમાં ઉદ્યોગ – ધંધા ને નામે મીંડું છે.
એક અંદાજ મુજબ પ્રત્યેક દિવસે માણાવદર માંથી ધંધા – રોજગાર અને અભ્યાસ માટે એક ઘર માણાવદર – બાટવા પંથકમાંથી હિજરત કરે છે.
ત્યારે માણાવદર બાંટવા અને વંથલી આર્થિક, સામાજિક અને ભૌતિક વિકાસ કરે તેવું માણાવદર – બાંટવા વંથલી પંથકની જનતા ઈચ્છી રહી છે,.
અપૂરતી સુવિધાવાળી એસટી સેવાઓ અને નોકરી, ધંધા, વેપાર રોજગારી માટે માણાવદર,
બાંટવા થી અન્ય સ્થળે અપ ડાઉન કરતા કે હિજરત કરતા આ મુલક ના માણસોની વ્હારે વર્તમાન સરકાર આવે અને આ પંથકને ફરીથી ધમધમતું કરે તેવી માંગ ઉઠી છે.
સરકારની કોઈ સહાય ન હોવાથી ઉદ્યોગ ભાંગી પડ્યો

સૌરાષ્ટ્ર કોટન સીડ્સના ઉપપ્રમુખ દિનેશ કાલરીયાએ જણાવ્યું હતું કે સરકારની કોઈ યોજના કે સહાય નો યોગ્ય લાભ ન મળતો હોવાથી અમારા ચીનિંગ ઉદ્યોગને ખૂબ મોટી અસર થઈ છે.
ત્યારે શહેરમાં રેલવે, જીઆઇડીસીની સ્થાપના થાય તો નાના માણસને રોજગારી મળી શકે અને ફરીથી માણાવદર બેઠું થઈ શકે.
માણાવદરમાંથી દર વર્ષે 35 થી 40 પરિવાર હિજરત કરી રહ્યા છે

ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે માણાવદર એ મારી જન્મભૂમિ છે અને માણાવદર શહેરના સારા અને નબળા દિવસો અમે જોયા છે .
હાલમાં શહેરનો ઔદ્યોગિક, આરોગ્ય અને શિક્ષણના મુખ્ય પ્રાણ પ્રશ્નો છે. એક સમયે 150 થી વધુ જિનિંગ મિલો ધમધમતી હતી જે આજે માત્ર 25 થી 30 ચાલે છે.
આ ઉપરાંત 57 ગામનો તાલુકો હોવા છતાં માણાવદરમાં એક પણ નિષ્ણાંત ડોક્ટર નથી, જેને કારણે ઇમરજન્સી સમયે ફરજિયાત રાજકોટ કે જુનાગઢ જવું પડે છે.
અને સૌથી મોટો પ્રશ્ન હોય તો તે એજ્યુકેશનનો છે, હાલના સમયમાં બાળકોમાં ઇંગ્લીશ મીડીયમ ભણવાનો ક્રેઝ હોવાથી શહેરમાં કોઈ હાયર એજ્યુકેશન ન હોવાથી તે ફરજિયાત જુનાગઢ તરફ જવું પડે છે.
ત્યારે જેને કારણે દરવર્ષે 40 થી 50 ઘર પરિવાર માણાવદર છોડીને જુનાગઢ જઈ રહ્યા છે જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે.
માણાવદર એક સમયે માન્ચેસ્ટર ગણાતું હતું : વેપારી
અગ્રણી વેપારી પ્રેમજીભાઈ મણવરે જણાવ્યું હતું કે માણાવદર સતત 28 વર્ષ સુધી કપાસના ઉદ્યોગથી ધમધમતું હતું અને તે સમયે માન્ચેસ્ટર ગણાતું હતું ત્યારે સિઝનમાં 8.50 લાખ જેવી ગાંસડી તૈયાર થતી હતી.
ત્યારે માણાવદર જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારને રોજીરોટી આપતું હતું પરંતુ સરકારના નવા નીતિઓને કારણે ઉપરાંત સીસીઆઈને પ્રોત્સાહન આપતા તેની અસર આ ઉદ્યોગને પડી છે ત્યારે સરકાર ફરીથી યોગ્ય વિચારણા કરી આ વિસ્તારને ધમધમતો કરવા જે નિર્ણય કરવામાં આવે તેમાં અમો સાથ સહકાર આપવા તૈયાર છીએ.
ઘણા સમયથી જીનીંગ ઉદ્યોગ મરણ પથારીએ છે
માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ અને ઉદ્યોગ સાથે સંકળાયેલ વિજયભાઈ ઝાટકીયાએ જણાવ્યું હતું કે આજે 20 થી 25% જેવી કેપેસિટીથી ઉદ્યોગ ચાલે છે.
જેનું મુખ્ય કારણ અમારા વિસ્તારની અવગણના થઈ રહી છે જેથી અમારો તાલુકો ખૂબ જ પછાત થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર સુધી ભાજપનું શાસન હોય અને અમારા વિસ્તારને ફરીથી ધમધમતો કરવા પ્રોત્સાહન આપે તેવી લાગણી અને માંગણી છે.