Gujarat

માણાવદરમાં કરોડોના ખર્ચે બનેલા રિવરફ્રન્ટની જાળવણી કરવા માંગણી

માણાવદર પ્રવાસન વિભાગદ્વારા બાંટવા રોડ ઉપર ખારો નદીના કાંઠે રીવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી કરવા માટે માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ પનારાએ ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઇ બેરાને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું હતું કે નગરપાલિકા પાસે રીવરફ્રન્ટ જેવા મોટા પાયાના ટુરીઝમ પ્રોજેક્ટના સંચાલન અનુભવ ન હોવાથી આપની કક્ષાએથી યોગ્ય કરવું.

આ ઉપરાંત નગરપાલિકા પાસે નાણાકીય ભંડોળ ની અછત હોવાથી આ રિવરફ્રન્ટ ઉપર વધુ વિકાસ, રોજબરોજના સંચાલન અને જાળવણી માટે કોઈ ગ્રાન્ટ ઉપલબ્ધ નથી નિભાવ ખર્ચ માટે યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવી,

ગાર્ડન વૃક્ષો કેન્ટીન, બેસવા માટે બેન્ચો, બાળકો માટે રમત ગમતના સાધનો, જીમના સાધનો, સીસીટીવી કેમેરા જેવી સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવી.

આ ઉપરાંત, ઓપરેટિંગ અને મેન્ટેનન્સ માટે ટુરીઝમ વિભાગ દ્વારા જ ટેન્ડર રજૂ કરી અનુભવી એજન્સીને પાંચ વર્ષનો કરાર કરવામાં આવે ત્યારે આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી માણાવદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં હિતમાં જરૂરી વિકાસ કાર્ય પૂર્ણ કરવા રજૂઆત કરાઈ હતી.