Gujarat

ડેમ ઓવરફ્લો થતાં કોઝવે ધોવાયો, 8 હજારની વસ્તીને 50 કિમીનો ફેરો ફરવો પડે છે

લીંબડી તાલુકાના પરનાળા ગામમાં ઉપરવાસમાં ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

આશરે 8 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પરનાળા અને ગેડી વચ્ચેના કોઝવેનું ધોવાણ થયું છે.

ગામના 350 જેટલા યુવક-યુવતીઓ બાવળા નોકરીએ જાય છે.

સામાન્ય રીતે 6 કિલોમીટરનો રસ્તો હવે કોઝવે ધોવાણને કારણે 50 કિલોમીટર ફરીને કાપવો પડે છે.

વળી, પરાલી ગામને જોડતું નાળું પણ ધોવાણ થઈ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર વરસાદી પાણી ભરાયેલા રહે છે.

વરસાદ બંધ થયાના બે દિવસ પછી પણ પાણી ભરાયેલું હોવાથી દર્દીઓને આવવા-જવામાં તકલીફ પડે છે.

ગ્રામજનોએ વરસાદી પાણીના નિકાલની માંગ કરી છે.

પરનાળા અને ગેડી ગામ વચ્ચેનો છ કિલોમીટરનો રસ્તો ઠેર-ઠેર ધોવાણ થયો છે. આથી લોકોને 35 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડે છે.

ગ્રામજનોએ નાળાનું અને રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી છે.