Gujarat

રાજ્ય સરકારની સ્કીમના નાણા એડવાન્સ પેમેન્ટ કરાવે છે જ્યારે કમિશન અનિયમિત

સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ વિવિધ પ્રશ્નોને લઇ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. જેમાં કમિશન વળતરના પ્રશ્નનો નિકાલ નહીં કરાય તો જુલાઇ માસના વિતરણનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને વળતર અને કમિશનના પ્રશ્ને મુશ્કેલીને લઇ પ્રમુખ નારાયણભાઇ ચાવડા સહિત દુકાનદારો અને આગેવાનોએ મંગળવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

જે મુજબ સસ્તા અનાજના તમામ પરવાનેદારોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળતુ પોષણક્ષમ કમિશન નિયમિત મળતું નથી.

કમિશનની પ્રક્રિયામાં ફેરફાર થવાથી દુકાનદારો કંગાળ અને આર્થિક બોજમાં દબાઇ ગયા છે.

સરકાર દ્વારા રાજ્ય સરકારની સ્કીમના નાણા અમને એડવાન્સ પેમેન્ટ કરાવે છે અને કમિશન અનિયમિત આવે છે આતે કેવી બેવડી નીતિ.

આથી નિયમિત કમિશનની માંગ છે. જ્યારે પીડીએસ સિસ્ટમ દ્વારા લોકોને નિયમિત સમયે જથ્થો મળી રહે તે અનિવાર્ય છે પણ સરકારના નિગમની અણઘટ આયોજનથી દુકાદારોને જથ્થો પહોંચતો ન હોવાથી ગેરવ્યવસ્થા થાય છે.

આથી વ્યવસ્થા કરવા અને સરકાર જાહેરાત કરી દે છે પણ જિલ્લાના ગોડાઉન સુધી જણશી ઉપલબ્ધ હોતી નથી.

જિલ્લાના તમામ દુકાનદારોની માંગણી છે વિતરણ સમયે જ સર્વર ડાઉન કે સ્લો ચાલે સાઇટ બંધ થઇ જાય તેથી ધારકો રઝળતા ઝઘડાના બનાવ બને છે.

જો આ સમસ્યાનો નક્કર કાર્યવાહી નહીં કરાય આગામી જુલાઇ 2025થી સરકારના વિતરણનો બહિષ્કારકરી ગાંધી ચિંધ્યા માર્ગે લડતની ચીમકી આપી હતી.