માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. પીપળી રામદેવપીર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ યુવકોને ટ્રકે પાછળથી ટક્કર મારી છે.
કાલીયાણા ગામના કૃણાલભાઈ રાવળ અને જીગ્નેશભાઈ ભરવાડ બાઈક પર પીપળી દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે તેમને પુનાભાઈ ઠાકોર મળ્યા હતા.
ત્રણેય જણા બાઈક પર કાલીયાણા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે આવતી ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી.
અકસ્માતમાં ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. બાઈક ચાલક કૃણાલભાઈને કપાળે નવ ટાંકા આવ્યા છે. પુનાભાઈને માથામાં હેમરેજ થયું છે.
તેમનો જમણો હાથ કાંડા પાસેથી ભાંગી ગયો છે. કોણીના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. જીગ્નેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ છે.
108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કૃણાલભાઈએ બજાણા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બજાણા પોલીસ મથકના વી.બી.મેટાલીયા કેસની તપાસ કરી રહ્યા છે.