સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે.
ધાંધલપુર રોડ પર આવેલા ટીટોડા પુલ પાસે પવનચક્કીના પાંખિયા લઈ જતી ટ્રક નદીમાં ખાબકી છે.
ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પુલની રેલિંગ તોડીને ભોગાવો નદીમાં પડ્યું છે.
અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર એકત્ર થયા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં ટ્રેલર ચાલકની બેદરકારી સામે આવી છે.






