બનાસકાંઠા જિલ્લાના થરાદમાં બે ઇંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. થરાદ-વાવ હાઈવે પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
હાઈવે પર ભરાયેલા પાણીમાં એક એસટી બસ બંધ પડી ગઈ હતી. મુસાફરોએ બસને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવી પડી. રીક્ષા સહિતના અન્ય નાના-મોટા વાહનો પણ પાણીમાં ફસાયા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા નથી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હાઈવે ઓથોરિટીએ JCB મશીન દ્વારા ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કર્યો છે. આ ઘટના હાઈવે ઓથોરિટીના આયોજનના અભાવને દર્શાવે છે.


