Gujarat

20 ગુનાઓનો ભેદ ઉકેલ્યો, 22.66 લાખના ચાંદીના દાગીના સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

કચ્છ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે જૂન માસમાં નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ, પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠી અને તેમની ટીમે વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશ કતલખાનું ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી.

માંડવીમાંથી ત્રણ શખ્સો પાસેથી 22.66 લાખની કિંમતના 25.900 ગ્રામ ચાંદીના ઘરેણા જપ્ત કર્યા.

પ્રોહિબિશન કેસમાં પ્રહલાદસિંહ સોઢાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી. માંડવીની ઘરફોડ ચોરીના કેસમાં આરોપી અમજદ ખલીફાને 4.70 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો.

કોડાય ખાતેના હત્યા કેસમાં જીગર ગોર અને જય ગોરની ત્વરિત ધરપકડ કરવામાં આવી. નલીયા-અબડાસા વિસ્તારમાં વાયર અને વાહન ચોરીના આરોપમાં ચાર શખ્સોને પકડ્યા.

ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી છેતરપિંડી કરતા બે આરોપીઓની ધરપકડ કરી. ભુજમાં નાણાં બમણા કરી આપવાની લાલચ આપતી ગેંગના છ સભ્યોની ધરપકડ કરી.

ખનિજ ચોરીના સાત કેસમાં 26.89 લાખનો દંડ વસૂલ કર્યો. વિદેશી દારૂની 312 બોટલ કિંમત 3.64 લાખ જપ્ત કરી.

નવ વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઈલ શોધી આપ્યા. શંકાસ્પદ મિલકત તરીકે 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 11 આરોપીઓની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે

કે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ભયની લાગણી ફેલાઇ છે.