Gujarat

ઈકો કારમાં આવેલા ત્રણ તસ્કરોએ 1.62 લાખના સામાનની ચોરી કરી, ઘટના સીસીટીવીમાં કેદ

કપડવંજ શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવેલી સોલાર દુકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. દુકાનની જાળી પહોળી કરી તસ્કરોએ રૂપિયા 1.62 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે.

ઈન્દ્રપ્રસ્થ રેસિડન્સીના રહેવાસી મનિષભાઇ પટેલ અને તેમના ભાઈ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં ડી/8 ખાતે સોલારની દુકાન ચલાવે છે.

28 એપ્રિલ 2025ની રાત્રે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે દુકાને આવતા જાળી પહોળી કરેલી જોવા મળી હતી.

તપાસમાં બે અલગ-અલગ કંપનીના 9 ઈન્વર્ટર, વાયરના 5 બંડલ અને સ્વિચો સહિત કુલ રૂપિયા 1,62,185નો મુદ્દામાલ ચોરાયો હોવાનું જણાયું.

સામેની દુકાનના સીસીટીવી ફૂટેજમાં 28 એપ્રિલની રાત્રે 10 વાગ્યે ઈકો કારમાં આવેલા ત્રણ તસ્કરો દેખાયા છે.

તસ્કરોએ એક કલાકમાં ચોરી કરી ઈકો કારમાં ફરાર થઈ ગયા હતા.

દુકાન માલિકે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ મુદ્દામાલ ન મળતા કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.