પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરા દ્વારા 5 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે એનએસએસના સહયોગથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં ત્રણ મુખ્ય વિષયો રાખવામાં આવ્યા હતા – સહકારી ક્ષેત્રે યુવાનોની કારકિર્દી ઘડતર, સહકારી ક્ષેત્રે ખુલતા રોજગારીના દ્વાર અને સહકારથી સમૃદ્ધિ અને શસક્તીકરણ.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ગોધરા સીટી કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન અને જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી કે.ટી. પરીખે કર્યું હતું.

સ્પર્ધામાં હીના મારવાડીએ પ્રથમ સ્થાન મેળવી રૂ. 1001નું ઇનામ જીત્યું. હર્ષિતા ચતવાણી દ્વિતીય ક્રમે રહી રૂ. 751નું ઇનામ મેળવ્યું.
અર્ચના મૂલચંદાણીએ તૃતીય સ્થાન મેળવી રૂ. 501નું ઇનામ પ્રાપ્ત કર્યું.

કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકી અને જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર પારુલબેન સોલંકીએ વિજેતાઓને સર્ટિફિકેટ અને રોકડ ઇનામ આપ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રસિંહ સોલંકીએ કર્યું. ડો. પાયલબેન વ્યાસે આભારવિધિ કરી. એનએસએસના વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

