પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તાજેતરમાં બનાવવામાં આવેલો ભૂરાવાવ ઓવરબ્રિજ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે.
બ્રિજને ખુલ્લો મૂકાયાને ટૂંકો સમય થયો છે. આ દરમિયાન જ રોડ પર મોટા ખાડા પડી ગયા છે. રોડનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે.

કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ બ્રિજની હાલત જોતાં નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
આ ઘટનાએ નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકો બ્રિજની ભવિષ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ ઘટના પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને દેખરેખ પર પણ સવાલો ઉભા કરે છે.
