પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસે રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસના આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે.
એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સપેક્ટર આર.એ. પટેલની સૂચના હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી.
અ.હે.કો. કમલેશકુમાર પરષોતમભાઇની બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને એસ.ઓ.જી. સ્ટાફે હાલોલ તાલુકાના અરાદની મુવાડી ગામે ઓપરેશન હાથ ધર્યું.
આરોપી ધર્મેશભાઇ કનુભાઇ પરમાર અરાદની મુવાડી, હાલોલનો રહેવાસી છે. તેની સામે કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ હેઠળ ગુનો નોંધાયેલો હતો.
આરોપીને પકડવાની કામગીરીમાં પો.સ.ઇ. બી.કે. ગોહિલ, એ.એસ.આઇ. જયેશકુમાર અરવિંદભાઇ, આ.પો.કો. હિતેશકુમાર આરતસિંહ, અ.પો.કો. સુનિલકુમાર વિઠ્ઠલભાઇ અને આ.પો.કો. નરેશકુમાર મુકેશભાઇની ટીમે સફળતા મેળવી.
પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે પાવાગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.