અમદાવાદ ઇન્દોર હાઇવે પર આસપાસના ગ્રામજનો દ્વારા હાઈવે પર બ્લોક કરવામાં આવ્યો હતો. જેમાં હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે.
જેમાં આ હાઈવે પર ખાડાઓ પડવા છતાં પણ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવાની તસ્દી દેવામાં આવી રહી નથી.
જેને લઈ ગ્રામજનો દ્વારા હાઈવેને બ્લોક કરી હાઈવે ઓથોરીટી હાય હાયના નારા લગાવ્યા હતા.
જે બાદ બાલાસિનોર ધારાસભ્ય દ્વારા હાઈવે ઓથોરીટીને તાત્કાલીક ધોરણે હાઈવે પરના ખાડા પુરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર આસપાસમાં 20 થી વધુ ગામ આવેલા છે.
ત્યારે આ હાઇવે ઉપર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જેમાં આ હાઇવે પરથી રોજના 10 હજાર થી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે. ત્યારે આ હાઇવે ઉપર 60 કિલોમીટરમાં બે ટોલનાકા આવે છે.
જેમાં નાના વાહન ચાલકોને 280 રૂપિયા સુધીનો ટોલ ચૂકવવો પડી રહ્યો છે. ત્યારે હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સાથે શુક્રવારના રોજ લાડવેલ નજીક આસપાસના ગ્રામજનો દ્વારા હાઇવે ને બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કારણે હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ત્યારે ગ્રામજનો દ્વારા હાઇવે બ્લોક કરી હાઇવે ઓથોરિટી હાય હાય ના નારા પણ લગાવ્યા હતા.
જોકે, હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈ વાહનોને મોટું નુકસાન પણ થયું છે આ સાથે વાહન ચાલકોને જીવના જોખમને હાઇવે પરથી પસાર થવાનો વારો આવ્યો છે.
જે બાદ બાલાસિનોર ના ધારાસભ્ય દ્વારા હાઇવે ઓથોરીટીને તાત્કાલિક ધોરણે હાઇવે પર પડેલા ખાડા રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવો પત્ર લખવામાં આવ્યો હતો.