Gujarat

ચાંદીપુરમ વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી પકડી સંશોધન શરૂ

પંચમહાલ જિલ્લામાં ચોમાસા ઋતુમાં વરસાદી ભેજ વાળા વાતાવરણ થયા બાદ જિલ્લામાં હાલોલ, શહેરા તથા ગોધરા તાલુકામાં 4 બાળકોને તાવ સાથે ખેંચ આવતા વડોદરા હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતાં.

જેમાં 4 બાળકોમાંથી 3 બાળકોના ભેદી વાઇરસના કારણે મોત થયા હતા.

બાળકોના કયાં વાઇરસના કારણે મોત થયા તેની તપાસ કરવા જિલ્લા આરોગ્ય વિભાગે બાળકોના પરિવારજનોના લોહીના સેમ્પલ લઇને તપાસ ચાલુ કરી છે.

જયારે બીજી બાજુ આઈ સી એમ આર પોંડીચેરીની ટીમના છ સભ્યો પણ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને તપાસ કરી રહી છે.

પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે વરસાદ બાદ ચાંદીપુરમ વાઇરસથી 7 જેટલા બાળકોના મોત થયા હતા.

દરમિયાન જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ બાદ ભેજનું વાતાવરણ થયુ હતું. જેમાં અચાનક જ બાળકોને તાવ બાદ ખેંચ આવતા 4 બાળકોને ગોધરા સિવિલમાં ખસેડયા હતા.

પરંતુ બાળકોની તબિયત વધુ લથડતા વડોદરા ખસેડાયા હતા.

જ્યાં 3 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

બિમારીના કારણે બાળકોના લોહિના નમુના લઇને ચાંદીપુરમ, મગજના તાવના વાઇરસ, ડેન્ગ્યુ સહીતના 5 વાઇરસના ટેસ્ટ ગાંધીનગરના બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટર ખાતે મોકલ્યા હતા.

જેમાં તમામ ટેસ્ટ નેગેટીવ આવતા બાળકોના મોત કયાં કારણથી થયા છે ? તેની તપાસમાં આરોગ્ય વિભાગ લાગી ગયું છે.

ગોધરાના મોર ડુંગરા ગામે શંકાસ્પદ બીમારી ધરાવતા બાળકના મકાન ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોચીને કયાં વાઇરસથી બાળકોના મોત થયા તેનું ઇન્વેસ્ટીગેશન કરવા આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે.

તેમજ આઈ સી એમ આર પોંડીચેરીની ટીમના છ સભ્યો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ ચાલુ કરી છે.

બાળકોના પરિવારના લોહીના નમૂના લીધા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા, ગોધરા તાલુકાના ખજુરી અને કરસાણા તથા હાલોલ તાલુકાના જાંબુડી ગામના 7 થી 10 વર્ષ ના બાળકોને તાવ સાથે ખેંચ આવતા વડોદરાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડતા જયાં સારવાર દરમ્યાન 3 બાળકોના મોત થયા હતા.

કરસાણા ગામનં બાળક હાલ સારવાર હેઠળ છે. બાળકોનુ કયાં વાઇરસના કારણે મોત થયું તે હજુ જાણ શકાયુ નથી.

ભેદી વાઇરસ કયો છે તેની તપાસ ચાલુ છે પંચમહાલ જિલ્લામાં 4 બાળકોને તાવ સાથે ખેંચ આવતા વડોદરા અસઅસજી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા.

જેમાં 3 બાળકોના મોત થયા છે. બાળકોના ટેસ્ટ કરતા ચાંદીપુરમ, મગજનો તાવ, ડેન્ગયુ સહીત 5 વાઇરસના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.

બાળકોના કયાં વાઇરસથી મોત થયા તેની તપાસ કરવા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ બનાવીને સ્થળે તપાસ કરી રહી છે.

ભેદી વાઇરસ કયો છે ? તેની હાલ તપાસ ચાલી રહી છે. – વિપુલ ગામીતે, જિલ્લા આરોગ્ય અધિકારી, ગોધરા.