ભાભરમાં પાણી ગરમ કરતી વખતે હીટરમાંથી વીજ કરંટ લાગતાં યુવકને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે, ફરજ પરનો તબીબ 45 મિનિટ સુધી ન આવતાં સમયસર સારવારના અભાવે યુવકનું મોત થયું હતુ.
ભાભરના મહાદેવપુરામાં રહેતા વિનોદ નટવરલાલ ઠક્કર (ઉ.વ.22) પાણી ગરમ કરવા જતાં અચાનક હીટર માંથી વીજ કરંટ લાગ્યો હતો.
જ્યાં સોસાયટીઆ રહીશો દોડી આવ્યા હતા. અને 108 દ્વારા તાત્કાલિક ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
જોકે, ત્યાં ઈમરજન્સી ડોક્ટર હાજર નહોતા. આ અંગે લોકોએ જણાવ્યું હતુ કે, ફોન દ્વારા ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જે 45 મિનિટ પછી આવ્યા હતા. સમયસર સારવાર ન મળતાં વિનોદનું મોત થયું હતુ.
ફરજ પરના રેગ્યુલર ડોક્ટરો રાત્રે દવાખાને હાજર ન રહેતા હોઇ સીસીટીવી ફૂટેજ ચેક કરી કસુરવાર તબીબો સામે શિક્ષાત્મક પગલાં ભરવા લોક માંગ ઉઠી છે.