દિયોદર પંથકમાં છેલ્લા અઠવાડિયાથી સમયાંતરે ઓછો વધતો વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. ત્યારે રવિવારે બપોરે વરસાદ આવતા દિયોદર પંથકના પ્રગતિનગર, દેલવાડા રોડ, પૂજા પાર્ક, લક્ષ્મીપુરા, શિવનગર, રામદેવપીર પરા વિસ્તાર, કર્મચારી નગર, ગુરુદત્ત સોસાયટી, માધવ પાર્ક વગેરે હાઇવે પરની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

અનેક જગ્યાએ પાણી જવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
ત્યારે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
દિયોદર પંથકમા રવિવારે 36 મીમી વરસાદ નોંધાતા જનજીવન ખોરવાયું હતું.