Gujarat

રાજકોટ વિસ્તારમાં થયેલ મારા-મારી તેમજ દુકાનમાં તોડફોડ કરી નાશી જનાર શખ્સોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ વિસ્તારમાં થયેલ મારા-મારી તેમજ દુકાનમાં તોડફોડ કરી નાશી જનાર શખ્સોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૦/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૧૪/૭/૨૦૨૫ ના રોજ ગાંધીગ્રામ પો.સ્ટે વિસ્તારના નેહરૂનગર શેરીનં.૫ ફોજી રેસ્ટોરેન્ટ વાળી બંધ શેરીમાં આ ફરીયાદી તથા આરોપીઓ તેમજ સાહેદ વાળા સાથે ઉગ્ર બોલાચાલી થતા આરોપીઓએ એક સંપ કરી કાચની સોડા ની બોટલો તથા ધોકા પાઇપ વડે રેસ્ટોરેન્ટમાં તોડફોડ કરી તેમજ સાહેદના માથાના ભાગે ઇજા કરી સાહેદની દુકાનામાં તોડફોડ કરેલ જે અંગેની રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ભારતીય ન્યાય સહીંતા ની ૨૦૨૩ ની કલમ-૧૧૮(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦(૧), ૨૫, ૩૨૪(૪) મુજબ ગુન્હો દાખલ થયેલ હતો. ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા ગુન્હાના આરોપીઓને શોધી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચ P.I એમ.આર.ગોડલીયા તથા એમ.એલ.ડામોર, તથા સી.એચ.જાદવ નાઓ સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એન.પરમાર ની ટીમના અર્જુનભાઇ ડવ, તથા ગોપાલભાઈ પાટીલ મળેલ સંયુક્ત હકીકત આધારે ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોને પડકી કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) એહમદભાઇ અબ્દુલભાઇ સાંઘ ઉ.૪૦ રહે.ભોમેશ્વરવાડી શેરીનં.૧ ભોમેશ્વર ફાટક પાસે રાજકોટ (2) ફારૂક અબ્દુલભાઇ શેખ ઉ.પ૬ રહે.પોપટપરા મેઈન રોડ રઘુનંદન સોસા. શેરીનં.૧/૪ ખુણો રાજકોટ (3) યુસુફ ઉર્ફે ઈશો ડાડો અબ્દુલભાઇ સાંધ ઉ.૫૫ રહે.ભોમેશ્વરવાડી શેરીનં.૧ ભોમેશ્વર ફાટક પાસે રાજકોટ. સફેદ કલર ની મારૂતી સુઝુકી કંપનીની ગ્રાન્ડ વીટારા કાર રજી નં.GJ-03-MR-7130 કિ.૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250720-WA0070.jpg