Gujarat

જૂનાગઢમાં અસંખ્ય ગુનાઓ આચરથી હિરેન કાર્યની સંગઠિત ગુનાહિત ગેંગના વધુ બે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યા

જૂનાગઢમાં અસંખ્ય ગુનાઓ આચરથી હિરેન કાર્યની સંગઠિત ગુનાહિત ગેંગના વધુ બે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યા

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતી ધીરેન કારીયાની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ ક૨વામા આવેલ ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેશર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની સુચના અન્વયે લુખ્ખા, ટપોરી, શરીર સબંધી જેમાં ખુન, ખુનની કોશીષ, લુંટ, અપહરણ, બળજબરીથી કઢાવી લેવાની કોશીષ તેમજ પ્રોહીબીશન જેવા ગુન્હાઓમાં અવાર-નાવર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુન્હેગારોની વાદિ તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની ગુન્હાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરુધ્ધ કડકમાં sss કાર્યવાહી કરવા સુચના થઈ આવેલ હોય તેમજ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોઠી બુટલેગરો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય. જે અન્વયે……

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ- ૨૫ લીસ્ટ પૈકીનો અનુ નં.૧૯ નો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.303, જૂનાગઢ જી. જૂનાગઢ વાળો પોતાનાગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજ્યમાંથી ભા૨તીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચ૨તી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.ડે. ઉર્ફે ડી.ડે.શેઠ અમૃતલાલ ડારીયાએ મોટો આર્થિક નફો મેળવવા ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની ઠેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનું જણાઈ આવતા ધરિન કારીયા સહીત ૮ આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન માં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ ૫ ઇસમોને અટક ક૨વામા આવેલ.

ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ હાલ નાસતા ફરતા રહેલ આરોપી પકડી પાડવા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના નાં સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરવામા આવેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ સા.ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો ઉપરોક્ત ગુન્હામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા કાર્ય૨ત હોય દ૨મ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સંયુક્તમાં ચોકકસ બાતમી હકિકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી (૧) કીરીટ ઉર્ફે કીડો ભગાભાઈ છેલાણા તથા (૨) ભુપત પુંજાભાઇ કોડીયાતર બન્ને હાલ બીલખા રોડ, કેન્દ્રીય વિધ્યાલય સ્કુલ પાસે હોવાની હકીક્ત આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
ગુજસીટોડ ધારા હેઠળ હસ્તગત કરેલ આરોપીઓ૧) ડીરીટ ઉર્ફે ડીડો ભગાભાઈ છેલાણા, . જુનાગઢ, ગાંધીગ્રામ, સીંધી સોસાયટી(૨) ભુપત પુંજાભાઈ કોડીયાતર જુનાગઢ, ગાંધીગ્રામ, ધરમ અવેડા સામે

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250721-WA0022.jpg