રાજકોટ વોર્ડનં.૪માં વિસ્તારમાં ચાલુ કામગીરીની મુલાકાત લેતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS).
રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS) એ આજે તા.૨૧-૭-૨૦૨૫ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડનં.૪માં વિવિધ વિસ્તારમાં ચાલતી કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે શિવમ પાર્ક 25-વારીયા/જય નંદનગર સોસાયટીમાં પેપર બ્લોકની કામગીરીની સમીક્ષા કરી તથા ગુણવત્તા ચકાસી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનરએ વિઝિટ દરમ્યાન ઈસ્ટ ઝોનના વોર્ડનં.૪ના વિસ્તારમાં સમયસર ટીપરવાન આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરી હતી. આ જ વોર્ડમાં આવતા ન્યુસન્સ પોઈન્ટ્સની વિઝીટ કરી નિયમિત સફાઈ અંગે સમીક્ષા કરી હતી. નાગરિકો દ્વારા કોલ સેન્ટરમાં કરવામાં આવતી ફરિયાદોનો રીવ્યુ મેળવ્યો હતો અને લાતી પ્લોટ વિસ્તારમાં રોડ રેસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે સિટી એન્જી અને એજન્સીના પ્રતિનિધિ સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.





