Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા 10મી ઓગષ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં 15 દિવસીય લોકમેળો યોજાશે

હૈયેથી હૈયુ દળાય એવી ભીડ જામશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દશમી ઓગષ્ટથી પંદર દિવસીય લોકમેળાનુ આયોજન કરાયુ છે જેની ઓનલાઇન ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છેજેમાં મનપાને મશીન મનોરંજનના જુદા જુદા છ પ્લોટના 81.50 લાખ અને આઇસક્રિમના બે પ્લોટના 12.53 લાખ મળી રૂા. 94.03 લાખની આવક ઓનલાઇન ટેન્ડર મારફતે થઇ છે.જયારે હવે બાકી રહેતા 35 પ્લોટ માટે તા.24ના રોજ ઓફલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત પંદર દિવસીય શ્રાવણી લોકમેળો માટે નિયત સમય મુજબ તંત્ર દ્વારા ઓનલાઇન ટેન્ડર ખોલવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સંબંધિત વિભાગના અધીકારીઓની હાજરીમાં ઓનલાઇન ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ મશીન મનોરંજનના છ પ્લોટ અને આઇસક્રિમના બે પ્લોટ મળી આઠ પ્લોટના ઓનલાઇન ટેન્ડર ખોલાતા મનપાને અનુક્રમે 81.50 લાખ અને 12.53 લાખ મળી રૂા. 94.03 લાખની સીધી આવક થઇ હતી.લોકમેળામાં કુલ 43 પ્લોટ માટે હરરાજી પ્રક્રિયા હાથ ધરાશે જેમાં હવે 35 પ્લોટ ઓફલાઇન ટેન્ડર મારફતે ફાળવાશે.