જૂન ૨૦૨૫ થી, મુશળધાર વરસાદે પાકિસ્તાનમાં વિનાશ વેર્યો છે અને ૨૬ જૂનથી ૧૨૬ બાળકો સહિત ઓછામાં ઓછા ૨૬૬ લોકોના મોત થયા છે અને ૬૨૮ અન્ય ઘાયલ થયા છે, એમ દેશની આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાએ શુક્રવારે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૪ લોકો માર્યા ગયા છે અને ૧૭ ઘાયલ થયા છે. કુલ મૃત્યુઆંકમાં ૯૪ પુરુષો, ૪૬ મહિલાઓ અને ૧૨૬ બાળકોનો સમાવેશ થાય છે.
પંજાબમાં સૌથી વધુ ૧૪૪ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ ખૈબર પખ્તુનખ્વામાં ૬૩, સિંધમાં ૨૫, બલુચિસ્તાનમાં ૧૬, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૧૦ અને ઇસ્લામાબાદમાં આઠ લોકો ઘાયલ થયા છે.
ઘાયલો પણ વ્યાપક હતા, જેમાં પંજાબમાં ૪૮૮, ખૈબર પખ્તુનખ્વામાં ૬૯, સિંધમાં ૪૦, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૧૮, બલુચિસ્તાનમાં ચાર અને ઇસ્લામાબાદમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરને કારણે મિલકત અને માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૨૪૬ ઘરોને નુકસાન થયું છે અને ૩૮ પશુધનનું મૃત્યુ થયું છે. ચોમાસાની શરૂઆતથી, ૧,૨૫૦ થી વધુ ઘરોને નુકસાન થયું છે અને ૩૬૬ પ્રાણીઓના મૃત્યુ થયા છે.
પંજાબમાં, રાજ્યપાલ સરદાર સલીમ હૈદરે પિંડી ભટ્ટિયાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વ્યાપક વિનાશનો સ્વીકાર કર્યો હતો.
તરબેલા ડેમમાંથી નીકળતા પ્રવાહ સાથે સિંધુ નદી ફૂલી જતાં, અટ્ટોકના ચાચમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચિનિયોટમાં, ચિનાબ નદીમાં નીચા સ્તરનું પૂર આવ્યું છે.
હરિપુરના ખાનપુર તહસીલમાં, ભૂસ્ખલનથી ઘણા ઘરોને નુકસાન થયું છે, જ્યારે હલી બાગ કલાલીમાં એક રસ્તો બે દિવસ સુધી ભારે ભૂસ્ખલનને કારણે બંધ રહ્યો છે, જેના કારણે રાહત કાર્યોમાં વિલંબ થયો છે.
સ્વાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો, જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં, વરસાદને કારણે આવેલા અચાનક પૂરમાં આઠ લોકોના મોત થયા છે અને ૧૦ થી વધુ લોકો ગુમ થયા છે. તટ્ટા પાણી નજીક એક મોટો ભૂસ્ખલન થયો છે. દ્ગડ્ઢસ્છ એ જણાવ્યું હતું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પ્રાંતીય અધિકારીઓ સાથે બચાવ અને રાહત કામગીરીનું સંકલન કરી રહ્યું છે.

