જૂનાગઢના શ્રીધરનગર સોસાયટીમાં રહેતા નિવૃત ફોરેસ્ટ અધિકારી ભીખુભાઈ પડશાલા સાયબર ઠગોના શિકાર બન્યા છે. તેમણે ફેસબુક પર આવેલી ‘ઘરે બેઠા રોકાણ કરો અને ડોલરમાં કમાણી મેળવો’ એવી લોભામણી જાહેરાતની લિંક પર ક્લિક કરતાં 2.40 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
ભીખુભાઈએ લિંક પર ક્લિક કર્યા બાદ તેમને હિન્દી ભાષામાં એક મહિલાનો ફોન આવ્યો હતો. ત્યારબાદ એક પુરુષે પણ ફોન કરી શેરબજારમાં રોકાણ કરવાથી ડોલરમાં મોટો નફો થવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે ભીખુભાઈએ પ્રથમ 17,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. કંપનીની વેબસાઇટમાં તેમને રોકાયેલી રકમ સામે ડોલરમાં નફો બતાવવામાં આવ્યો. આ રીતે વિશ્વાસ જીત્યા બાદ ઠગોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ₹40,000, ₹60,000 અને ₹85,000 જેવી રકમો ટ્રાન્સફર કરાવી લીધી હતી.

