Gujarat

નસવાડીની મોડલ સ્કુલમાં રહેતી વિદ્યાર્થીઓને ભોજનના નામે રોગચાળો

નસવાડી
નસવાડી તાલુકાના લિંડા ગામે શિક્ષણ સંકુમાં ભોજન સારું ન મળતું હોઇ કન્યાઓ ભૂખી રહેવા મજબુર બની છે. વર્ષે એક બાળક પાછળ આદિજાતિ વિભાગ ૪૫ હજારનો ખર્ચ કરે છે. છતાંય ટ્રાયબલના અધિકારીઓ ધ્યાન આપતા નથી. ભોજનનો ઇજારદાર ગાંધીનગરમા પહોંચ ધરાવતો હોય ત્યાં બેસી બધું સંભાળી લે છે. છોટાઉદેપુર પ્રાયોજના અધિકારી પણ આ બાબતે ધ્યાન આપતા નથી. સ્કૂલમાં ભણવા માટે મુકવામાં આવતું બ્લેકબોર્ડ જ્યાં લખાયેલી વસ્તુથી વિદ્યાર્થીઓનું ભાવિ બને છે. પરંતુ અહીં બ્લેકબોર્ડની વ્યાખ્યા બદલાઇ છે. મોડેલ સ્કૂલમાં રહી અભ્યાસ કરતી વદ્યાર્થિનીઓને મળતું ઇયળ વાળું જમવાનું તેમને તેમના બ્લેકબોર્ડ પર જ તેમનો કાળો વર્તમાન લખવા પર મજબૂર કરી ગયો હતો. તેમણે લખ્યુ હતું કે, દાળમાં ઇયળ હોય છે, માટે શાક ખાવા જઇએ તો તેમાં પણ ઇયળ છે. સવાર-સાંજનો નાસ્તો અડધો ચમચો હોય છે. પ્રિન્સિપાલને કહીએ તો સાંભળતા નથી. અમારે ક્યાં જવું? પાણી પીને જીવન જીવવું?નસવાડી તાલુકાના લિંડા ગામે શિક્ષણ સંકુલમા ધારસિમેલ, પિસાયતા, ઘૂંટીયાઆંબા અને મોડલ સ્ફુલ નસવાડી કાર્યરત છે. દરરોજ બપોરનું ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓનું જમવાનું અહીં બને છે. જ્યારે શિક્ષણ સંકુલમાં ત્યાં જ રહી ૧૨૦૦થી વધુ કન્યાઓ અભ્યાસ કરે છે. શાળા શરૂ થઈ ત્યારથી ભોજનની ગુણવતા પર કન્યાઓએ પ્રશ્ન કર્યાં છે. પણ કોઈ ધ્યાન આપતું નથી. આદિવાસી કન્યાઓને ભોજનમા ઈયળ નીકળતી હોવા છતાંય ચલાવી લે છે. સોમવારે અને અગાઉ આપેલ ભોજમમાંથી ઈયળો નીકળી હતી. કન્યાઓ આજે વિફરી હતી અને ભોજનની ગુણવતાને લઈ રોષે ભરાઈને થાળી, ચમચી વગાડી ૧૦૦૦થી વધુ કન્યાઓ હોબાળો મચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *