આ બનાવથી દ્વારકા અને સુરક્ષાકર્મીઓમાં રોષની લાગણી.
ભારતનાં અતિ મહત્વનાં તિથૅક્ષેત્ર અને ચારધામ પૈકી એક એવા દ્વારકાધીશ મંદિર ની સુરક્ષા સામે સો મણનો સવાલ કે મંદિરનાં સુરક્ષા કર્મીઓ ની સુરક્ષા જ ભગવાન ભરોસે છે ત્યારે યાત્રિકોની સુરક્ષા?
આજે સવારે ૯ વાગ્યા બાદ દ્વારકાધીશનાં યાત્રિકો ને બહાર જવાનાં ગેઈટ પર મંદિરનાં પ્રાઈવેટ સુરક્ષા ગાર્ડ ખુમાનસિંહ દેવાણંદભા માણેક પોતાની ફરજ પર હાજર હતાં તેવામાં બે શખ્સો કે જેઓ પોતે પોલીસ હોવાનું કહીને મંદિરનાં બહાર જવાનાં રસ્તેથી મંદિરની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરવાનાં ઈરાદે ખુમાનસિંહ ને કોઈ સાથે મોબાઈલ માં વાત કરવાનું કહેતાં ખુમાનસિંહ એ જણાવેલ કે અમોને વાત કરવાની મનાઈ છે. આમ થતાં બન્ને આવેલ શખ્સો ખુમાનસિંહ ઉપર માર મારવા તુટી પડયા. ખુમાનસિંહ ને બન્ને શખ્સો એ ઢોર માર મારી ને બેહોશ કરી નાખ્યો અને તે બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે મંદિરમાં મોબાઈલ લઈને ઘુસી ગયા. થોડા સમય બાદ અન્ય સુરક્ષા ગાર્ડ ની નજર જતાં ખુમાનસિંહ ને ૧૦૮ દ્વારા દ્વારકા સરકારની હોસ્પિટલે ખસેડેલ. હોસ્પિટલના ડોક્ટરે વધુ સારવાર માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલે મોકલેલ છે.
આ ઘટનામાં અમુક બાબતો ઉપર પ્રકાશ પાડવો જરુરી છે.. જેમ કે આટલો મોટો બનાવ બન્યો અને રકઝક ને મારફાડ થઈ અને ત્યારબાદ ઘાયલ થયેલ ગાડૅને હોસ્પિટલમાં ખસેડાયાં ત્યાં સુધી મંદિરની સુરક્ષા માટે તૈનાત પોલીસ ક્યાંય ફરકેલ નથી ! આટલું થવા છતાં મંદિર પ્રશાસન, દેવસ્થાન સમિતિ કે અન્ય જવાબદાર તંત્ર તરફથી કોઈ સ્ટેટમેન્ટ કે કાયૅવાહી બહાર આવેલ નથી ! જે રીતે ગાડૅને ઢોર માર મારી બેહોશ કરીને બહારથી આવેલાં બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે મોબાઈલ સહિત મંદિરમાં ઘુસી ગયાં અને સુરિક્ષત રીતે બહાર પણ નીકળી ગયાં ત્યાં સુધી જગત મંદિરની ઝેડ સુરક્ષા સિસ્ટમ ને ખબર જ ન પડી ! જો આવી રીતે કોઈ આતંકવાદીઓ પોતાની મેલી મુરાદ પાર પાડવા મંદિર માં ઘુસવાની કોશિષ કરે તો આ સુરક્ષા સિસ્ટમ શું કામ આવે ? આ બનાવમાં બહારથી આવેલા બન્ને શખ્સો કો છે ? તેઓ જો પોલીસ કે સરકારી કર્મચારી હોય તો કાયદો કેમ હાથમાં લિધો ? એ પ્રશ્નનો જવાબ જ્યારે પોલીસ ની કાયૅવાહી થશે ત્યારે જણાશે. હાલ આ ઘટના થી સમગ્ર પંથકમાં મંદિર સુરક્ષા ને લઈ અનેક ચર્ચાઓ થવા લાગી છે

