Gujarat

ભક્તોએ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

નખત્રાણા-કચ્છથી સાળંગપુરધામ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શનાર્થે મોટરસાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના ભક્તો મોટી સંખ્યામાં બાઈકર્સ સાથે તા.૨૮-૦૭-૨૦૨૫ને સોમવારના રોજ સાળંગપુરધામ પહોંચ્યા હતા.

ભક્તોએ ધામધૂમથી શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે મંદિરના પૂજારી સ્વામી અને પ.પૂ.નારાયણ મુનિએ બાઈકર્સનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમણે સૌ ભક્તોને આશીર્વાદ પણ આપ્યા હતા.

આ મોટરસાયકલ યાત્રામાં નખત્રાણા-કચ્છના અનેક ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોએ ભક્તિભાવપૂર્વક પ્રવાસ કર્યો હતો. સાળંગપુરધામ ખાતે પહોંચીને તેમણે હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો.