રાજકોટ
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ગઈકાલે ચાર કેસ નોંધાયા હતા. જેમાં પેલેસ રોડ પર રહેતા ૭૬ વર્ષીય દાદા, ૬૮ વર્ષીય દાદી અને ૯ વર્ષીય પૌત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ત્રણેય દર્દી તાજેતરમાં જ જામનગરથી પરત રાજકોટ આવ્યા હતા. ચોથો કેસ શહેરના રેસકોર્ષ રોડ પર નોંધાયો હતો, અહીં રહેતા ૪૧ વર્ષીય પુરૂષ સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે અને ખાનગી ડોક્ટર પાસેથી હોમ કેર હેઠળ સારવાર લઇ રહ્યા છે. તેઓએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છેસિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ અને ગોંડલના સ્થાનિક રહીશ ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ ઓમિક્રોનના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ સોમવારે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનને લઈને હાલ જિલ્લામાં રાહત છે પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. જે લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ લેવાનો બાકી હોય તે સંપૂર્ણ વેક્સિનેશન કરાવે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે.રાજકોટમાં ગઇકાલે એક જ પરિવારમાં કોરોના વિસ્ફોટ થયો હતો. શહેરના પેલેસ રોડ પર રહેતા દાદા-દાદી અને પૌત્રી કોરોના સંક્રમિત થયા છે. એક જ પરિવારમાં કોરોના વિસ્ફોટ થતા ફફડાટ ફેલાયો છે. ગઇકાલે શહેરમાં ૪ અને ગ્રામ્યમાં જેતપુર ખાતે ૨૫ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કરાયો છે. દાદા-દાદી અને પૌત્રી જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આથી ઓમિક્રોનની આશંકા પણ સેવાઇ રહી છે.
