રાજકોટ બસ પોર્ટ ખાતે ગુજરાત સરકારની Whatsapp ચેનલ અને લોગો સ્પર્ધાના સ્ટીકર લગાવાયા.
રાજકોટ શહેર તા.૭/૮/૨૦૨૫ ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા બસ પોર્ટ ખાતે ગુજરાત સરકારની Whatsapp ચેનલ અને લોગો ડિઝાઇન સ્પર્ધાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ સ્ટીકરના માધ્યમથી જનતાને Whatsapp ચેનલ ફોલો કરવા તથા લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારનો માહિતી વિભાગ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને કાર્યક્રમોને જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. માહિતી ખાતાની વડી કચેરી સંચાલિત ‘ગુજરાત ઇન્ફોર્મેશન’ ચેનલમાં સરકાર સંબંધિત જાણકારી મળી રહે છે. અહીં આપેલી લિંક પર ક્લિક કરીને https://whatsapp.com/channel/0029VaTfD2nKwqSbFOGPlm22 વોટ્સએપ ચેનલ પર જોડાઈ શકાશે. આ ઉપરાંત, વર્ષ ૨૦૩૫માં ગુજરાત રાજ્યની સ્થાપનાના ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ થશે. જેની ઉજવણી માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ mygov.in પ્લેટફોર્મ પર રાષ્ટ્રીયસ્તરે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યુ છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલો લોગો આગામી તા.૧૪ ઓગસ્ટ સુધીમાં https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.