રાજકોટ “નેશનલ સ્પોટ્સ ડે” અન્વયે યોજાયેલા ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ સાયકલીસ્ટો જોડાયા.
રાજકોટ શહેર તા.૩૧/૮/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હોકીના જાદુગર કહેવાતા શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે ઉજવાતા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા તમામ ૬ નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’ નું આયોજન કરવામા આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્ષ રિંગ રોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૂલ-૨૫૦ થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા. આ સાઇક્લોથોનનું પ્રસ્થાન મહાનુભાવોએ ફ્લેગ ઓફ થી કરાવ્યું હતું. સાઇક્લોથોનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના રેસકોર્ષ રિંગ રોડ પર દરરોજ સવારે વૉકિંગ-રનિંગ-જોગિંગ કરતાં લોકોએ હાથ હલાવીને સાયકલીસ્ટોનું અભિવાદન કર્યું હતું, જેનાથી સાયકલીસ્ટોનો જુસ્સો બેવડાયો હતો. આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકર,અગ્રણી મૌલેશ ઉકાણી, માધવ દવે, મનીષ રાડીયા, જિલ્લા કલેક્ટર ડૉ.ઓમપ્રકાશ, રિજીઓનલ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, રમત વિકાસ અધિકારી રમા મદ્રા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


