ભાવનગર સાંપ્રદાઈક સૌહાર્દ અને નવરાત્ર ઉત્સવ
ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે સવારે બાલમંદિરના ભૂલકાઓ માટે તથા રાત્રિના ૯ થી ૧૧ શ્રમિક પરિવાર માટે ગરબા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
નવલા નવરાત્ર પ્રસંગે આરતીની થાળીની સુશોભનની સ્પર્ધા પણ યોજાઇ જેમાં ૨૫૦ થી વધુ વિધ્યાર્થીઓ વાલીઓ જોડાયા હતા. ઉપરાંત વિવિધ વેશભૂષા ધારણ કરી ભૂલકાઓએ આધ્ય શક્તિની આરાધના કરી ગરબે ઘૂમ્યા હતા. શ્રી સરલાબહેન જતિનભાઈ ભટ્ટ દ્વારા નવરાત્ર પ્રસંગે ખેલૈયાઓને ભરપૂર પ્રસાદ તથા વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સવમાં અગ્રેસર રહેનાર વિધ્યાર્થીઓ અને સ્વયંસેવકોને શ્રી દેવકીબહેન ક્ષિતિજભાઈ ત્રિવેદી તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. નવરાત્ર પ્રસંગે એકત્ર પરિવારોના સ્વાસ્થ્યની કાળજી માટે સિદ્ધિવિનાયક હોસ્પિટલના ઉપક્રમે સ્વાસ્થ્ય કેમ્પ પણ યોજાઇ રહ્યો છે જે નોંધનીય બને છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા