રાજકોટ શહેરમાં રોમીયોગીરી કરતા ઈસમને પકડી પાડેલ માલવીયાનગર પોલીસ સ્ટેશનની SHE TEAM.
રાજકોટ શહેર તા.૨૭/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મહિલા સેલ માલવીયાનગર પોલીસ સ્ટેશનના P.I જે.આર.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ શી.ટીમ WPC નિલમબેન ભગવતીપ્રસાદ WPC રાધીકાબેન અરવિંદભાઈ આજરોજ દક્ષિણ વિભાગ વિસ્તારમાં માલવીયાનગર પોસ્ટે શી.ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોઈ હાલ નવરાત્રી ના તેહવાર ચાલુ હોઇ તે દરમ્યાન પ્રાચીન ગરબીઓ તથા અર્વાચીન દાંડીયારાસ તથા ગાર્ડન અવારૂ જગ્યા ઉપર પેટ્રોલિંગ દરમ્યાન માલવીયાનગર પોલીસ સ્ટેશનની વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરનગર બગીચા પાસે આવતા એક છોકરી ચાલીને જતી હોય તેની પાછળ અજાણ્યો ઈસમ પાછળ-પાછળ જતો હોય અને અપશબ્દો બોલતો હોય રોમીયોગીરી કરતા જણાતો હોય, જેથી તેઓને પોલીસ સ્ટેશન લાવી ઇસમને રોમીયોગીરી કરતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહિલ ભાવેશભાઈ વાઢેર-રાજપુત ઉ-૨૨ રહે.અમરનગર શેરીનં.૧ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


