તા.૦૪/૦૧૦/૨૦૨૫
*જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો
*માતા યશોદા, ટી.એલ.એમ., નાટ્ય કૃતિ, એવોર્ડ અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું*
વિવિધ કાર્ટૂનના સેલ્ફી પોઇન્ટે બાળકોમાં અનેરો આનંદ જગાવ્યો
ભરૂચ – શનિવાર – વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી સુરત ઝોન તેમજ આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો ૨૦૨૫ શારદા ભવન હોલ, અંકલેશ્વર ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો ૨૦૨૫માં માતા યશોદા એવોર્ડ, “પા પા પગલી” પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી જેવી વિવિધ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર શ્રી કાશ્મીર સાવંતે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ, ત્રણથી પાંચ વર્ષના બાળકોએ કાલી ઘેલી ભાષાના ગીતો પર ઉત્સાહભેર કૃતિઓ રજૂ કરી હતી. આંગણવાડીના નાના બાળકોએ સુંદર પ્રાર્થના અને વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થતિ તમામને અચંબિત કરી દીધા હતા. તમામ જિલ્લાના બાળકોએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બેનો દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટમાંથી બેસ્ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલ દ્વારા ઝોન કક્ષાની ભૂલકાં મેળો ૨૦૨૫માં માતા યશોદા એવોર્ડ, “પા પા પગલી” પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી જેવી વિવિધ સ્પર્ધા માટે અભિનંદન પાઠવ્યા હતા.
૮ જિલ્લાના વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ, બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ પાંચ કૃતિઓને એવોર્ડ, ટીચિંગ લર્નિંગ મટીરીયલથી એટલે કે પાંચ શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ એવોર્ડ, શ્રેષ્ઠ ત્રણ નાટ્યકૃતિને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમના અંતે મહાનુભાવોએ ટી.એલ.એમ. મોડલનું નિદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પોષણ- માહ અંગેના શપથ લીધા હતા.
આ તકે, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખશ્રી લલીતાબેન રાજપુરોહિત, મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારીશ્રી પુષ્પાબેન પટેલ, નોડલ સીડીપીઓ, તમામ ૮ જિલ્લાઓના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતા…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ..