Gujarat

ઊના રાષ્ટ્રીય સ્તરની નિબંધ સ્પર્ધામાં સિંધી સાહિત્ય કાર પ્રથમ ક્રમે વિજેતા બન્યા…

ઊના – તાજેતરમાં વડોદરા મુકામે ભારતીય સિંધુ સભા તથા કંવરરામ સિંધી કલા કેન્દ્રના સયુંકત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાની સિંધ કે શેર રાજા ડાયરસેન ઓલ ઇન્ડિયા નિબંધ સ્પર્ધા યોજાય હતી. જેમાં સિંધી સાહિત્ય કાર એમ વી ભીમણી પ્રથમ ક્રમે વિજેતા બનતા તેમને સન્માન પત્ર તથા સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે એમ વી ભીમાણી છેલ્લા 21 વર્ષથી ગુજરાત સિંધી સાહીત્ય એકેડમીથી જોડાયેલા છે. અને 1 થી 12 ધોરણના અભ્યાસક્રમોમાં તેને ઘણો સહયોગ આપ્યો છે. આમ એમ વી ભિમાણીએ સિંધી સાહિત્ય ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી અને ઉના સિંધી સમાજ અને શિક્ષણ જગતનું નામ રોશન કર્યું છે.

-સ્તરની-નિબંધ-સ્પર્ધામાં-એમ-વી-ભીમાણી-પ્રથમ-ક્રમે-વિજેતા-બન્યા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *