ભેસાણ તાલુકાના સરદારપુર ગામની સીમમાં બનેલ ખુનનો ગુનો ડીટેક કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પડતી ભેસાણ પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓ દ્વારા શરીર સબંધી ગંભીર ગુનાઓમાં ડીટેકશન કરી આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે I/C નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ શ્રી એસ.આઇ.સુમરા સાહેબ તથા ટીમ દ્વારા ભેસાણ પો.સ્ટે. વિસ્તારના સરદારપુર ગામની સીમમાં રાત્રીના સમયે મરણજનારની લાશ મળતા આ કામે પ્રથમ અ.મોત દાખલ કરી તપાસ તજવીજ શરૂ કરેલ ખુનની શંકા જતા લાશનુ ફોરેન્સીક પી એમ કરાવી તેમજ એફ.એસ.એલ ડોગ સ્કવોડ તેમજ ફીગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇ તેમજ ટેકનીકલ સોર્સીસ તથા ખાનગી રાહે હકીકત મેળવી તમામ દિશાઓમાં સતત અને ઉંડાણપુર્વક પ્રયત્નો કરી તેમજ પ્રાથમીક કોઝઓફ ડેથ સર્ટી આવતા ખુનનો બનાવ હોય જેથી આરોપીઓની યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા પોતે ખુન કરેલાની કબુલાત કરતા હોય જેથી ભેસાણ પો સ્ટેમાં ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓને સત્વરે અટક કરી અને બનાવમાં ઉપયોગમાં લીધેલ હથીયાર શોધી કાઢવા તપાસ તજવીજ ચાલુમાં છે. આ કામે વધુ તપાસ પો.ઇન્સ.શ્રી એસ આઇ સુમરા નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓ-(૧) નાનીયા આપસીંગ સસ્તે, જાતે અનુ જનજાતિ, ઉવ ૨૫, ધંધો મજુરી, મુળ રહે, ખાજપુર, બેડી ફળીયા, તા પાટી, જી ભડવાની મધ્યપ્રદેશ, હાલ રહે સરદારપુર ગામની સીમમાં દીનેશભાઇ વધાસીયાની વાડીએ, તા.ભેસાણ જી.જુનાગઢ
(૨) જેમાલસીંગ ઉર્ફે જેનુ સીઇસીંગ સોલંકી, મુળ રહે ચીપાખડી તા.પાટી, જી.બડવાની મધ્યપ્રદેશ
આ કામગીરી પો.ઇન્સ એસ.આઇ.સુમરા, એ.એસ.આઇ. દીલીપભાઈ બેરીયા, પો.હેડ કોન્સ, બળવંતસિંહ પરમાર, રવિરાજસિંહ વાઘેલા, પીન્ટુભાઇ વાઘેલા, તથા પો.કોન્સ વિક્રમભાઈ ગરચર, અમીતભાઇ વિસાવેલીયા, મોસીનભાઇ ચુવાણ, પ્રદિપભાઇ વાળા, કલ્પેશભાઈ ભોપાળા નાઓ તથા જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંન્ચની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
પત્રકાર મહેશ કથિરીયા


