સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી ‘યુનિટી માર્ચ’ જન અભિયાનના ભાગરૂપે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત સંબધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા પદયાત્રા નો રૂટ , સરદાર સ્મૃતિ વનની માટે જગ્યા પસંદગી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ સહિતના આયોજન માટે તાલુકા કક્ષાએ પદઅધિકારીઓ , સંગઠનો, અને એનજીઓ સહકારી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંગઠનો, ઔદ્યોગિક એકમો, વાણિજ્ય સંગઠનો અને સ્વૈચ્છિક સંગઠનો સાથે બેઠક યોજી કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરશ્રી યોગેશ નિરગુડે જણાવ્યું હતું કે, ‘સરદાર પટેલની ૧૫૦મી જન્મજ્યંતિ અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. પદયાત્રા પૂર્વે ‘સરદાર સ્મૃતિવન’ની સ્થાપના કરાશે, જેમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, એન.એસ.એસ. કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે. ‘સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત’ હેઠળ સ્વદેશી મેળાનું પણ આયોજન કરવા સૂચન કરવામાં આવ્યા હતા.
દરેક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ એકતા શપથ અભિયાન અંતર્ગત એકતા શપથ લેશે. નાગરિકો માટે યોગ શિબિરનું પણ આયોજન કરાશે. શાળા કક્ષાએ વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ આયોજન કરવામાં શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેકઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી જે.એમ.રાવલ,પ્રાંત અધિકારીશ્રીઓ, નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ,મામલતદાર શ્રીઓ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તેમજ, , મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, વર્ચ્યુઅલી જોડાયા હતા
૦૦૦રીપોટર :-ઝેની શેખ




