Gujarat

અમદાવાદમાં 83 PSIની આંતરિક બદલી

અમદાવાદ પોલીસ કમિશનરે એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની જુદા જુદા તબક્કામાં બદલીઓ કરી હતી. ત્યાર બાદ હવે શહેરના 83 સબ ઇન્સ્પેક્ટરોની પણ આંતરિક બદલીઓ કરી છે. જ્યારે લીવ રિઝર્વમાં રખાયેલા 18 સબ ઇન્સ્પેક્ટરોને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જ સ્થળે પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. જુદા જુદા તબક્કામાં 4000થી વધુ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી દેવામાં આવી હતી, જેમાં ટ્રાફિક શાખામાં 500થી વધુ કર્મચારીઓને બદલી આપવામાં આવી હતી.

45 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી પોલીસકર્મીઓની બદલીઓ બાદ 45 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી, જેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા ઘણા ઇન્સ્પેક્ટરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી,જ્યારે નિષ્ફળ સાબિત થયેલા ઇન્સ્પેક્ટરોને સાઇડ પોસ્ટિંગ અપાયું હતું જે બાદ શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીની કામગીરી હાથ પર લઈ કમિશનરે જુદી જુદી શાખાઓ અને પોલીસ મથકોના 83 સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી છે.

જેમાં ઘણા સબ ઇન્સ્પેક્ટરોએ બદલી માટે યોગ્ય કારણો રજુ કર્યા હતા, તે પણ ધ્યાને લેવાયા છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે લીવ રિઝર્વમાં રાખાયેલા 18 સબ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.