Gujarat

મેંદરડા : ખાતે પુ.જલારામ બાપા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા : ખાતે પુ.જલારામ બાપા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

શોભાયાત્રા સમૂહ ભોજન વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા

મેંદરડા તાલુકા રઘુવંશી સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ ની ભવ્યાતિભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં રઘુવંશી સમાજ દ્વારા બપોરે સમૂહ ભોજન પ્રસાદ બાદ મેંદરડા જલારામ મંદિર ખાતેથી સાજે પાંચ કલાકે શોભાયાત્રા શરૂ કરી નગર ના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી હતી

દરમિયાન રઘુવંશી સમાજ ના ભાઈઓ બહેનો બાળકો સહીત ના દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી અને જલારામ બાપા ના રંગે રંગાયુ હતુ આખું નગર જલારામ મય બન્યું હતુ અને લોકો આનંદ વિભોર બન્યા હતા

શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ સાંજે સમૂહ ભોજન કરેલ જેમાં જલારામ બાપાની પ્રિય ખીચડી પ્રસાદ ગ્રહણ લોકો અભિભૂત બન્યા હતા. જેમાં નગરના રાજકીય બિન રાજકીય, સામાજિક સંસ્થાના આગેવાનો આમંત્રિત લોકો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લીધો હતો

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20251029-WA0167-2.jpg IMG-20251029-WA0168-0.jpg IMG-20251029-WA0169-1.jpg