Gujarat

ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતા નું પૂજન અર્ચન કરવાનું

૩૦/૧૦/૨૦૨૫

આજરોજ ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતા નું પૂજન અર્ચન કરવાનું મહત્વ રહેલું છે એના અનુસંધાને ભરૂચ નગર અને ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ તથા ભરૂચ નગરના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ જાદવ તથા બજરંગદ ના શ્રી કિશનભાઇ વાઘેલા , શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રી મનોજભાઈ હરિયાણી તથા શ્રી મનીષભાઈ પટેલ, શ્રી વિરેનભાઈ રામજીવાલા તથા સામાજિક આગેવાન શ્રી સુરેશભાઈ આહીર શ્રી અનિલભાઈ રાણા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ ભટ્ટ સહ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારા સામાજિક આગેવાન શ્રીમતી વૈશાલીબેન જાદવ વગેરે પરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે શ્રી કૌશિક મહારાજ દ્વારા બધાને ગૌ પૂજન અર્ચન તથા આરતી કરાવી હતી…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…

IMG-20251030-WA0076-1.jpg IMG-20251030-WA0075-2.jpg IMG-20251030-WA0077-0.jpg