Gujarat

કમોસમી વરસાદથી બોડેલી હાટ બજારને અસર: દેવ દિવાળીમાં ઘરાકી ઘટતા વેપારીઓ ચિંતિત

બોડેલી તાલુકાના સૌથી મોટા હાટ બજાર પર કમોસમી વરસાદની અસર જોવા મળી છે. દેવ દિવાળીના દિવસે બોડેલી APMC માર્કેટ ખાતે ભરાતા રવિવારી હાટ બજારમાં ઘરાકી નહિવત્ રહેતા વેપારીઓ ચિંતિત બન્યા છે.
સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન આ હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડે છે અને વેપારીઓને સારો ધંધો મળે છે. જોકે, દેવ દિવાળીના પર્વ પર સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી.
બોડેલી APMC માર્કેટમાં ભરાતો આ રવિવારી હાટ બજાર આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો અહીં ખરીદી કરવા આવે છે.
કમોસમી વરસાદ અને દેવ દિવાળીના દિવસે ઓછી ઘરાકીના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે. ઘરાકીના અભાવે તેઓ મૂંઝવણમાં મુકાયા છે અને આગામી દિવસોમાં ધંધાને લઈને ચિંતિત છે.
ઈમરાન મન્સૂરી બોડેલી