શહેરાના ચાંદલગઢ ખાતે શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્રમ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમા આગેવાનો, શુભેચ્છકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેરાના ચાંદલગઢ ખાતે ખોડીયાર માતાજીના સાનિધ્યમાં શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્રમ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિતીમાં યોજાયો હતો.
સંમેલનમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌ કર્મષ્ઠ કાર્યકરો અને નાગરિકો દ્વારા કરાયેલી ઉમળકાભેર આતિથ્ય સરભરા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અને ””આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન”” અંતર્ગત ””હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી””ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા અને તેનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને શહેરા વિધાનસભા વિસ્તારને વિકાસના નવા શિખરો પર લઈ જઈશું.” અને તેમને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની વિગતો આપી હતી.
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા-નગરના પ્રભારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, જિલ્લા-તાલુકા-નગરના સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, સરપંચો, પેજ સમિતિના પ્રમુખ તથા સભ્યો, બૂથના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

