Gujarat

જેતપુરમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જેતપુરમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરાયું હતું. જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો હતો.

એકતા યાત્રાનો પ્રારંભ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો. આ પદયાત્રા અમરનગર રોડ, સારણ પુલ અને ચાંપરાજપુર થઈને બોરડી સમઢીયાળા ગામ પહોંચી હતી. રેલીમાં ‘સરદાર પટેલ એકતા રથ’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ’ જેવા સંદેશા આપતા બેનરો સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો. પદયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.