Gujarat

માધવપુર ઘેડ યાત્રાધામનો 91 કરોડના ખર્ચે વિકાસ થશે

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ શ્રી કૃષ્ણા–રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ સતત ગતિ પકડી રહ્યો છે. કુલ 91 કરોડથી વધુના માસ્ટર પ્લાન હેઠળ આ તીર્થધામનો સર્વાંગી વિકાસ હાથ ધરાયો છે. જેમાંથી બીજા તબક્કાના રૂ. 43.72 કરોડના વિકાસ કાર્યોને રાજ્ય સરકારે મંજુરી આપી છે.

પ્રથમ તબક્કામાં 48 કરોડના કાર્યોનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર ઘેડ યાત્રાધામના વિકાસનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જેમાં 48 કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ તબક્કામાં શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર અને બ્રહ્મકુંડ જેવી મહત્વપૂર્ણ ધાર્મિક જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરી માયરાની જગ્યાને વિકસાવવામાં આવી છે અને માધવરાયજી મંદિર માર્ગ પર બીચ ડેવલપમેન્ટ, મુખ્ય પ્રવેશ દ્વાર અને મેળા ગ્રાઉન્ડનો વિકાસ કરીને યાત્રાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.